
કરાય નહી ...
Read Count : 77
Category : Poems
Sub Category : N/A
કોઈ ની વાતો ને વહેતી કરાય નહી ,હળવે થી હૈયા ને હલકું કરાય નહી .ગણગણ કરતા ભમરા ને કીધું કે દૂર જા ,કળીઓ ના કાળજા માં પંચમ નો સુર થા .ફોરમ ના ફળીયા માં ફોગટ કરાય નહી ,હળવે થી હૈયા ને હલકું કરાય નહી ,કુંજ કુંજે કોયલડી શીદ ને ટહુંકતી હતી .જીવન વસંત ભરી જોબનીયે ઝૂકતી હતી ,પાગલ ની પ્રીત કાંઈ અમથી કરાય નહી .હળવે થી હૈયા ને હલકું કરાય નહી,પાગલની આગળ અંતર શા માટે ખોલવું?બોલ્યું પણ બોલાય નહી એવું શુ બોલવું?ઘેલા ની ઘેલછા થી ઘેલા ઘરાય નહી ,હળવે થી હૈયા ને હલકું કરાય નહી .- Honey Lakhlani