અલ્લડ નતાશા Read Count : 6

Category : Stories

Sub Category : Suspense/Mystery
એ એટલી અલ્લડ છોકરી હતી કે

બિન્દાસ્ત કોઈપણ છોકરાની સાથે બાથ 

ભીડવા તૈયાર જ હોય જો કોઈ એનું નામ દે તો  

એને પ્રપોઝ કરનાર કોઈપણ છોકરાના 

ટાંટિયા તોડી જ નાખે. ગુસ્સો તો જાણે 

નાક પર જ હોય હંમેશા ને જિદૃમાં તો 

બાપ રે ! સૌની માં જ ગણી લો 

આ બધી ખૂબીઓથી ભરેલું છે આપણી 

વાતાઁનું પાત્ર જેનું નામ છે નતાશા. કોઈની 

પણ તાનાશાહી ના ચલાવે એવી નતાશા. 

લાગણીથી ભરેલ નતાશા,ઉમંગથી 

ઉછળતી નતાશા, સદાય હસતી નતાશા, 

સૌ મિત્રોમાં કેન્દ્રબિદું રહેતી નતાશા....

ને આજે એ જ નતાશા એક 

પાગલખાનાની બંધ ઓરડીમાં લોખંડની 

સાંકળથી બાંધેલ હાલતમાં હતી. શું બન્યું 

હતું એની સાથે એવું કે એ આજે આ 

હાલતમાં હતી. 

તો ચલો જાણીએ નતાશાના જીવનના એ 

અંધકારભયાં હિસ્સા વિશે..

કોલેજના છેલ્લાં વષઁમાં એક વાષિઁક 

સમારંભમાં એનું પરફોમન્સ હોય છે એ 

પરફોમન્સ દરમિયાન કોલેજના ઘણા 

છેલબટાઉ છોકરાઓ પણ તેનું પરફોમન્સ 

જોવા આવ્યા હોય છે જેમની સાથે 

નતાશા ને ક્યારેક ને ક્યારેક બોલાચાલી 

થઈ હોય છે એ જ વાતને દાઝમાં રાખી એ 

લોકો એ દિવસે પરફોમન્સ જોવાને બહાને 

નતાશાની સાથે બદલો લેવા આવ્યા હોય 

છે નતાશા કોલેજનું ફંક્શન પતાવીને 

ત્યાંથી ઘરે જવા નીકળે છે ત્યારે ખૂબ જ 

મોડું થઈ ગયું હોવાથી એની કોઈ સહેલીનો 

પણ સંગાથ એને થતો નથી ને તે એકલી 

જ ઘરે જવા નીકળે છે. ને ત્યાં જ રસ્તામાં 

એ છોકરાઓ એને આંતરે છે.નતાશાની 

એકલતાનો લાભ ઊઠાવીને એનો ગેરલાભ 

ઊઠાવે છે ને વારાફરતી તેનો બળાત્કાર કરે 

છે. નતાશા એ હેવાનોની હેવાનિયતથી 

એટલી ડરી ગઈ હોય છે કે તે બેહોશ થઈને 

ત્યાં જ ઢળી પડે છે. નતાશાના બેભાન થઈ 

જવાથી એ લોકો એને ત્યાં જ રસ્તાંની 

સાઈડમાં જ મૂકીને ભાગી જાય છે. એ 

હેવાનો તો ત્યાંથી ભાગી જાય છે પરંતુ 

પાછળ છોડતાં જાય છે એક મૃતઃપ્રાય થતું 

શરીર. નતાશાની સાથે ગેંગરેપ થયો 

હોવાથી આઘાતને કારણે નતાશા એ જ 

સમયે એનું માનસિક સંમતુલન ગુમાવી 

બેસે છે ને બેભાન થઈ જાય છે 

એ ઘટનાના પાંચ વષઁ પછી અચાનક મને 

એ અલ્લડ છોકરી પુનઃ જોવા મળે છે પણ 

કંઈ હાલતમાં સાંકળથી બાંધેલ દયનીય 

હાલતમાં. એ ઘટના પછી નતાશા માનસિક 

સમતુલન ગુમાવી બેસતાં ને ઘણા દિવસ 

સુધી બેભાન રહેતાં એની હાલત ખૂબ જ 

ખરાબ થઈ હતી. લાગણીશીલ 

નતાશા,ઉમંગથી ભરેલ નતાશા,જિદિ ને 

અલ્લડ નતાશા કોઈક પાગલાનામાં 

સાંકળથી બાંધેલ જોવા મળી. 

એક મનોચિકિત્સક ડોક્ટર બન્યાં પછી એ 

જ પાગલખાનામાં ડ્યુટી જોઈન કયાઁ બાદ

બધા પેશન્ટોની મુલાકાત લેતાં લેતાં 

સાંકળથી બાંધેલ નતાશાને  મેં જોઈ ને એની 

સાથે બનેલ દરેક ઘટના આજે તાજી થઈ ગઈ.

નિકેતા'પહેલી'

Comments

  • No Comments
Log Out?

Are you sure you want to log out?