આત્મહત્યા Read Count : 239

Category : Stories

Sub Category : Historical Fiction
ભાગ  1
 વખત આ સમયના પ્રેમને સમજાવું તમને
 દુઃખને આ વાત સમયના પ્રેમ કહું તમને

 આવો તો મળું તમને,
     વખત સમયનો સમજુ તમને,
 લવ વફા પ્રેમની ભાષા,
     છે અલગ અલગ દુનિયા,
 સુધારો નથી આ મારા,
     હૃદય માટે સ્વીકારી તમને,
 ભણતરના કોઈ પાઠ ના મળ્યા,
     જીવનના કોઇ અંત ના મળ્યા,
 પ્રેમમાં ડૂબી મરવાની ઈચ્છા મળી,
     જીવન ટૂંકાવવાની વાત મળી.
 આવો તો મળવું તમને.

 ફિલ્મ જોઈને વધારે તકલીફ થાય,
    એકલા રહેતા યાદોની તકલીફ થાય,
 સમય જતાં હૃદય વધારે ધડકે,
    પ્રેમમાં સમયનો બચાવ ના થાય,
 બધું જ થાય વખત જતા,
     સપના જોઈ વિચાર ના મળે,
 
મળે છે બધું જ તો,
     જીવનની જિંદાદિલી ના મળે.
એવો નથી સ્વભાવ મારો,
     વિદેશી નથી પડછાયો મારો,
 આવું જ છું આવી જ છું,
    કહેતા કોઈને ડર નથી લાગતો કોઈને કોઈ નો.
 માટે જ આવો તો મળવું તમને.

 પતંગની દોરી નથી જીવન માટે,
      દોરી ની તાકાત નથી કોઈ મારી માટે,
 એવા એવું આવો કરતા નીકળ્યું જીવન,
    સમજ ના મળે કોઇ એમની માટે,
 હવે બતાવવું છે જીવનનું કાવતરુ,
    ભણવું છે પ્રેમ નું પાનું,
 પ્રેમ ની વિદાય તો નહીં જ આવે,
      વિદાય તો આવશે તો કોઈની ખરી.
 માટે જ આવો તો મોડું તમને.


                       આ કથામાં કોઈના પ્રેમની નિશાની વાત ચાલી રહી છે. તો કોઈના પ્રેમ ના વખતની કોઈ વાત મળી રહી છે. સમયનું બલિદાન હોય છે બહુ મોટું જ પણ આત્મહત્યા થી મોટું બલિદાન કોઈ નથી હોતું. કોઈ મજબૂરી માં આત્મહત્યા કરે છે તો કોઈના વાત ખોટું લાગ્યું હોય તો આત્મહત્યા કરે છે. પણ અહીં ખોટું લાગવાથી આત્મહત્યા થઈ છે. આવી જ એક વાત લઈને આવ્યો છું તમારી સામે.
                     આ વાત છે કે કોલેજ ના છોકરા છોકરીને, કોલેજમાં બધા પોતપોતાની રીતે હતા મળતા હોય છે ફરતા હોય છે બધું જ સમજતા હોય છે, પણ એક સમજ અધુરી તો રહી જ ગઈ.
                     લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ ની આ છે એક વાર્તા, આ કોલેજ આવેલી છે ગુજરાતના વલસાડ જિલ્લામાં ભીલાડ ગામમાં સરીગામમાં. જય એક સ્ટુડન્ટ હેમીલકુમાર પટેલ એડમિશન લીધું હોય છે. પહેલીવાર કોલેજ જોયું હોય એવી રીતે તે કોલેજમાં જાય છે. ગાર્ડન, કોલેજનું કેમ્પસ, સ્પોર્ટસ મેદાન વગેરે જોઈને પોતાના ક્લાસરૂમમાં રૂમમાં જાય છે. ઘણા લોકો જોડે વાતો પણ કરે છે. અને એનો બેસ્ટ ફ્રેન્ડ ઓમકાર અને મીત બની જાય છે, પછી કોલેજ લાઈફ ને ત્યાં લગાવી ન જીવે છે.
 હેમીલ: અલ્યા ઓમકાર આપણે સિવિલ એન્જિનિયરિંગ માં છોકરી આવે કે નહીં.
 ઓમકાર: રાહ જોઈને તો હું પણ બેઠો છું.
 હેમીલ: ભણવા આવ્યો છે કે છોકરી જોવા ડફોળ.
 ઓમકાર: વાત તો તે સ્ટાર્ટ કરી.
 હેમીલ: એ હે, મારી વાત માનીને તો બહુ આગળ વધી ગયો.
 ઓમકાર:  થોડી શાંતિ રાખ આવતી જશે.
( ધીરે ધીરે છોકરી આવતી દેખાય છે અને આ એકબીજાને સામું જોઈને આગળ આંખો ફાડીને જોતા હોય છે.)
 હેમીલ: ના જાણ્યું જાનકીનાથે આજે શું થવાનું છે મને તો ખબર જ ના પડી.
 ઓમકાર: તને શું ખાવા ની ખબર પડે છે.
 હેમીલ: હા પેટ ભરીને.
( ત્યાં છોકરીઓ પોતાની સીટ ઉપર બેસતી હોય છે)
 હેમીલ: અલ્યા આ તો મારી બાજુ નંબરમાં જ બેસે છે.
 ઓમકાર: તો જલસા કર ને બેસી ને શું કહે છે મારી જોડ?
 હેમીલ: ગયો હમણા.
( ફેમિલી ક્યાં પોતાની સીટ પાસે જાય છે)
 હેમીલ: કમ્પલેટ જગ્યા છે સખત મજા આવશે.
( બાજુમાં છોકરી)
 છોકરી: આવતાવેંત જ લાઇન મારવાનું શરુ?
 હેમીલ: ઓહ તમને ખબર પડી ગઈ.
 છોકરી: અત્યારે આવું ચાલી રહ્યું છે.
 હેમીલ: એટલે તમે પણ લાઈન આપો છો એમને. 
( છોકરી બોલવા જાય એની પહેલાં જ) 
 હેમીલ: તમારું નામ શું?
 છોકરી: રીમા.
 હેમીલ: હેમીલ પટેલ આપણે.
 રીમા: આપણે ને તું પોતે. પણ હું છોકરાઓને વિલન કહીને બોલાવું છું.
( હેમીલ મનમાં વિચારે છે-  તું મિલન કેમ બોલાવે છે અને કેમ મારી જોડે વાત કરવા માંડી છે એ બધું જ મને ખબર છે. હું તને તારી ઇચ્છા ક્યારેય પૂરી નહિ થવા દઉં. કારણ એમાં ભૂલ મારી નથી બીજું કોઈ જ હતો.)
 રીમા: શું વિચારે છે વિલન?
 હેમીલ: તો હું તને આરડીએક્સ કહીને બોલાવે છે.
 રીમા: કેમ?
 હેમીલ: હું મારા દોસ્ત ને આ રીતે જ બોલાવું છું.
                                 
                             સમય જતા કોલેજના દિવસો આમ પસાર થતા હોય છે, ઓમકાર મીત હેમીલ રીમા ઘણા બધા ફ્રેન્ડ સર્કલ બનતા હોય છે. કોલેજ ની મોજ મસ્તી ડાન્સ પાર્ટી પાર્ટી ફેરવેલ પાર્ટી બધીજ પાર્ટી એન્જોય કરતા હોય છે. આ રીતે એમનું વરસ નીકળી જાય છે  પણ એમનો સમય બદલાવ આવતો હતો ખરા જ, હસતા હસતા ક્યા દુઃખમાં જસુ એની રાહ જોવાની પણ આવી તો જાયજ. બસ આવો જ એક પહાડ હેમિલના જીવનમાં આવી ગયો. પણ કોઈને એ ખબર નથી એ પહાડ હમણાં નહીં ક્યારનો હતો.
                           એક દિવસ એવો આવે છે કે કેન્ટીનમાં બેઠા હેમિલના કોફીના કપમાં ઝેર નાખે છે. આ ફેમિલી જોઈ જાય છે. 
 હેમીલ: રીમા કે કેમ આવું કર્યું?
 રીમા: ઓ હો તને ખબર પડી ગઈ.
 હેમીલ: કેમ આવું કર્યું એનો જવાબ આપ.
 રીમા: એ તને પ્રિન્સી ના ભાઈઓ જવાબ આપશે.
( એમાં પછી મીત અને ઓમકાર હેમિલને મારવા માંડે છે અને હેમીલ પર પોતાનો બચાવ કરે છે.)
 હેમીલ: તમને કોલેજના પહેલા દિવસે જ જોઈ ગયો હતો અને મને ખબર પડી ગઈ છે કે તમે કોઈ કામના અર્થ થી આવેલા છો. જે પણ થઇ ને મારી કોઈ ભૂલ નથી વાત સાચી લાગે તો લાગે નહીંતર કાંઈ નહિ. માન્યુ કે સારો મારી ઉપર જાય છે પણ હું નથી. અને તમે મને નફરતથી જુઓ છો એટલે હું ખોટું બોલતો હોય એવું લાગતું હશે તમને. પણ મારો સાંભળો અને તમે સમજો.
                         આજથી દોઢ વર્ષ પહેલાં હું અને પ્રિન્સી મળ્યા હતા. તે જ્યારે મને વિલન કહીને બોલાવો ને ત્યારે જ હું સમજી ગયો કે તું પ્રિન્સી ની બેન છે. કારણ એ મને વિલન કહીને બોલાવતી અને હું એને આર.ડી.એક્સ. હું એને બહુ જ પ્રેમ કરતો હતો.
                         પ્રેમની વાતો છોડો અમે મસ્તી પણ બહુ કરી હતી અને મસ્ત રીતે જીવતા હતા.  ફર્યા પણ બહુ લોંગ ડ્રાઈવ ઉપર પણ ગયા. પણ આ વખતે પ્રેમ ખાલી હું જ કરતો હતો એ નહીં. હું એના બેસ્ટ ફ્રેન્ડ બોય જોડે એને જોતો એટલે મને બહુ જ તકલીફ થતી. તમારે અને એનો ઝઘડો થયો, પછી એને એના બેસ્ટ ફ્રેન્ડ બોય સિલેક્ટ કર્યો અને મને કર્યો ડીલીટ. એક દિવસ હું મોતથી રમતો હતો. દિવસ કેમ નીકળી એ મને ખબર પડતી જ હતી. અને એવું નથી કે હું પહેલી વાર એની કોલેજ જોવું છે, એની જોડે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ પુરો કરતો હતો, પણ એને ભૂલવા માટે મારે કંઈક તો કરવું જ જોઈતું હતું. માટે હું આ કોલેજમાં આવ્યો. પછી તમને બધાને એક જ સાથે એક જ ક્લાસમાં જોતાં જ મને ડાઉટ ગયો, તમે કોઈ ઈચ્છા થી આવ્યા છો. પ્રિન્સી આત્મહત્યા કરી એનું રીઝન ખાલી મને અને એના પપ્પાને જ ખબર છે.
                         ( ઓમકારની સામું જોઈને)થયું કંઈક આવું કે અમે છુટા પડ્યા પછી, એ એન બેસ્ટ ફ્રેન્ડ જોડે વાતો કરવા માટે, અને એમાંથી મોઢાથી બોલ્યો ભાઈ ઓમકારને માન્યો. પણ સમય જતા પ્રિન્સી એના બેસ્ટ ફ્રેન્ડ જોડે વાત કરતી હતી. પણ એ વાતો ધીરે ધીરે અશ્લીલ થવા માંડી. અને એ વાતો એના પપ્પા સાંભળી ગયા. પછી એને એક લાફો માર્યો, સહન ના થવાને લીધે ઘણું બધું બોલ્યા અને એ વાત    પ્રિન્સી ને હૃદય  ઉપર વાગી ગઈ, પછી એ રાત્રે મને ફોન કર્યો.
 હેમીલ:  હું સાચું બોલું છું એ ઓમકાર ખોટું તો નહિ બોલતો ને.
 ઓમકાર:  તું પોતાના બચાવ માટે કંઈ પણ કરી લે આજે સાચું એ જ છે કે તારા લીધે જ પ્રિન્સી મરી છે.
 હેમીલ:  મને ખબર હતી કે કોઈ મારી ઉપર વિશ્વાસ કરશે નહિ  રીમા પોતે પણ મારી ઉપર વિશ્વાસ કરશે નહીં. 
 રીમા:  ગમેતેમ બોલ બોલ ના કરીશ કંઈ થવાનું નથી સાચું એ જ છે તે જ પ્રિન્સીને મારી છે.
 હેમીલ:  એટલે જ મેં રેકોર્ડિંગ સાચવી રાખ્યું હતું.  હવે ઓમકાર તારી લાલ.
(  રેકોર્ડિંગ)
 પ્રિન્સી:  હેલો  હેમીલ.
 હેમીલ:  બહુ દિવસ પછી યાદ આવી મારી.
 પ્રિન્સી:  તેજ કીધું હતું કે તકલીફ પડે યાદ કરજે.
 હેમીલ :  કેમ શું થયું તને?
 પ્રિન્સી:  બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી,  વધારે પડતુ ફ્રેન્ડ સર્કલ માનવામાં મારા થી બહુ મોટી ભુલ થઈ.  હું સાચું ખોટું સમજી જ ન શકી.  એટલે હું તને જ ના  સમજી શકી. 
  હેમીલ:  તું શું બોલે છે મને કંઈ ખબર જ નથી પડતી.
 પ્રિન્સી:  હું મારો બેસ્ટ ભાઈ ઓમકારને માનતી હતી.  પણ ઓમકાર જોડે એવી તો કેવી મજા પડી કે હું બધું જ એને કહેવા માંડી,  બધી પ્રાઇવેટ વાતો કરવા  માંડી.  અને સાચું અને ખોટું ફરક મને આજે સમજાય  તેવું વાતાવરણ ઊભું થયું.  મને લાગે છે હું તારી ગુનેગાર છું.   થઈ શકે તો માફ કરજે.
  હેમીલ:  અરે તું કોઈની ગુનેગાર નથી મારી વાત પૂરી સાંભળીને.  હવે એવું કંઈ ન કરતી જેનાથી કોઈને તકલીફ થાય.  તો બધા જ માટે ઇમ્પોર્ટન્ટ છે.  હું તને આજે પણ પ્રેમ કરું છું.  કઈ કરવાનું વિચારતી નહીં કારણકે મને પણ તકલીફ થશે.
 પ્રિન્સી:  નહિ હવે બધું જ પૂરું થઈ ગયું.  મારા વગર જીવી લેજે.  અને તારે હસતાં જીવવું પડશે.  હું બહુ જ દૂર જવું તો પણ હસી ખુશી  જીવ જે હેમીલ. 
 હેમીલ:  કશું જ થયું નથી તું મને મળીને વાત કર.
 પ્રિન્સી:  ના હવે બધું જ પૂરું થઈ ગયું નથી રહેવું મારે.
                               આટલી વાત કર્યા પછી ફોન એને કટ કરી દીધો.  પછી હું એને દોડતો બચાવવા ગયો પણ બહુ જ વાર થઈ ગઈ અને પ્રિન્સ એ હંમેશા માટે આપણને છોડીને જતી રહી. 
 હેમીલ:  રીમા તું તો એની બહેન છો.  પ્રિન્સી જે રીતે સમજે રીતે તું પણ મને સમજ હું કંઈ ખોટું ન હતો.
 રીમા:  એટલે આખું ઓમકાર અને પ્રિન્સ ની વાત પરથી જ થયું એમ.
 હેમીલ:  હા.  અને  ઓમકાર તું પણ સાંભળી  લે.  આવી વાતો કરવાથી તુ પોતાના સંતોષ આપી શકીશ પણ આ સંતોષ કોઈનો પણ જીવ લઈ શકે.  તેજ એનો જીવ લીધો છે ને એના લીધે ઘણા બધા ને તકલીફ થઇ છે.  ખાસ કરીને એના પપ્પાને વધારે.  એના  પપ્પાને   હાર્ટ એટેક આવ્યો.  હોસ્પિટલમાં હતા એટલે મને એક  લેટર આપ્યો.  એ વાંચે એની પહેલાં હું તને એક વાત કરીશ.
 રીમા મેં પ્રિન્સ એને હૃદયથી પ્રેમ કર્યો હતો.  જાણે એવું જ લાગે કે મારે લોહીનું ટીપુ એના નામથી જ બન્યું હોય.  જ્યારે એનાથી છુટા પડવાનું આવ્યું ને ત્યારે મારી હાલત બહુ જ ખરાબ હતી.  ખાવાનું ભાવે નહીં હરવા-ફરવાનું  ફાવે  નહિ.  મારી જોડે ઘણા બધા હોવા છતાં પણ એકલો રહું છું એવું લાગતું.  બહુ જ તકલીફ જેવું વાતાવરણ લાગતું,  દિવસ દરમિયાન હસતું મોઢું રાતે રોતી આખો,  અને સ્મશાને લઇ જઇ વાતી પ્રિન્સી ને કઈ રીતે જોઈ શકું.  છતાં પણ પથ્થર રદય કરીને હું આવ્યો અને તમને લોકોને ત્યાં જોયા.  અને તમને આ કોલેજમાં જોઈને મને તો ખાતરી જ થઈ ગઈ કે તમે લોકો કઈક એવું કરવાના છો જેનાથી મને તકલીફ થાય.  રમત બધા તમે રમતા પણ તમારાથી પણ એક ડગલું આગળ હંમેશા રહ્યો.  આ જીવનની રમત થઈ ગયેલી  રીમા જીવનની.  અને એમાં હું હારી ગયો.   માન્યુ કે પ્રિન્સી ને બધું જ ખબર પડી ગઈ ને સાચી થઈ ગઈ પણ શું મર્યા પછી કોઈ કોઈનું નથી.  જીવતે જીવતા મને રાસ બનાવીને જતી રે પ્રિન્સી.  પણ એનું સપનું પૂરું કરીને રહીશ હસતા મોઢે જીવીને રહીશ.  રીમા હું સાચો હતો છતાં પણ તારી જોડે માફી માગું છું.  તકલીફ તો તને પણ પડી  છે.
 રીમા:  હા તકલીફ તો મને પણ પડી જશે મારી બેન હતી.  ફેમિલી માફ કરી દેજે મને લાગ્યું તું ગુનેગાર છે.
 મેં જોયું એ મને લાગ્યું શું હતું એ મને ના ખબર પડી.  સોરી  હેમીલ.
  હેમીલ:  લે આ તારા પપ્પા નો લેટર વાંચી લેજે જાઉં છું. 
(  રીમા લેટર વાંચે છે)
                          હેમીલ તું મારે ખાસ ફ્રેન્ડ નો દીકરો છે.  પ્રિન્સી અને  તું બંને જણા પ્રેમ કરતા હતા એટલે મને તકલીફ નહોતી.  પણ આજે પ્રિન્સી એ જે કર્યું એનાથી બહુ જ મને તકલીફ પડી છે.  સમયની સાથે ન રહી  શકી પ્રિન્સી.   અને હું એને બચાવી ન શક્યો. 
                           પણ હું તને એક કામ આપું છું.  પ્રિન્સ એને તો એની બેન રીમા ને સાચવી લેજે.  આખી જીંદગી હસતા હસતા એને સાથ આપજે,  અને જ્યારે તું રીમા જોડે હોય ત્યારે પ્રિન્સને ભૂલથી પણ યાદ ના કરતો  રીમાને તકલીફ પડશે.  રીમા એની બહેનના બહુ જ પ્રેમ કરતી હતી.  વિમાની સાથે આખું જીવન જીવી લેજે અને એ ખુદા માના પડે એટલું ધ્યાન રાખજે બેટા.  મને ખબર છે પ્રિન્સને ભુલાય એ સહેલું નથી પણ તારે આવું કરવું તો પડશે જ.  મને પણ સહન નથી થઈ રહ્યું પણ તારે સહન કરવું પડશે જ.  જીવનનો વળાંક લઈને જીવવું તો પડશે જ.  સમય બદલાતા, બદલાતા રહેવું પડશે.  આપણે કોઈને ગુનેગાર નથી મળવા આપણે આપણી રીતે આગળ રહેતા રહેવું પડશે.  આટલું કરજે બેટા.  અને હા એક વાત,  પ્રિન્સ એને ભૂલીને તારી માને અપનાવવી પડશે જ. 
                                                                                      લી.   પ્રિન્સી અને  રીમાના પપ્પા
(  આટલું વાંચી મારવા માંડે   છે.  અને પપ્પાના કહેવા પ્રમાણે એમની જોડે જીવવાની કોશિશ કરે છે.)

                                    લેખક:     હેમીલકુમાર    પી   પટેલ.
     


                        

Comments

  • good

    Jan 31, 2020

Log Out?

Are you sure you want to log out?