કાલ-કલઁક Read Count : 102

Category : Scripts

Sub Category : Plays
કાલ-કલઁકમા ...
                   
       ઉ.ગુજરાતના રખેવાલ દૈનિકમા મારી મિન્ની હોરર નવલ છપાઇ ...ત્યારે મારો ઉત્સાહ બેવડાઈ ગયેલો..એ પછી આ મારો બીજો પ્રયાસ
એટલે આ "કાલ-કલઁક...
      ઝેરી જાનવરના દઁશથી ધાયલ રાજકુમારને
ઉગારી લેવાની ઓથ લઈ મેલી મથરાટ સાથે પ્ર-વેશેલા પિશાચી અધોરીની દિલધડક કથા ...
પૂર્વજન્મના રાજકુમાર વનરાજની વેદના ભરી ક્રદિત ટીસમાઁ વલોવાતી...ટેન્સીના વર્તમાનમા જીવતી...શૈલી અને કેટલાક અન્ય પાત્રોના બેબસ,અસહાય,મરણિયા જઁગની કથા એટલે કાલ-કલઁક...જેમા છે પલ-પલ ભય, દહેશત..અને
શરીરના રૂવાડાઁ ઉભાઁ કરી નાખતા સન્નાટાની વાત.
મલ્લિકાના શોર્ય અને ભૈરવીના ઈન્તકામની વાત..
                                     - સાબીરખાન
........     .....   ..........  ..........   .............
                           પ્રકરણ -1

ભૂકઁપમા હેમ-ખેમ રહેલાઁ મકાનોમા શૈલીનુ પણ ઘર  હતુ.શૈલી એની કલોઝ ફ્રેન્ડ છે.
   ભૂકઁપ પછી ત્વરિત એણે શૈલીના ખબર-અઁતર પૂચ્છ્યા..અને બીજા દિવસે તે શૈલીના ઘરે આવી
બન્નેએ મઁદિરની મૂલાકાત લીધી.
  ભૂકઁપની ઉથલ-પાથલમાઁ આ પૂરાતન મઁદિર                       કસ્બાથી એકાદ કિ.મી દૂર ખીણ-કોતરોની ભૂમિ મા ઉપસી આવેલુ.
મઁદિરની પહેલી મૂલાકાત શૈલીને મોહિત કરી ગઈ
મન્દિરના શિલાલેખો પર કોઈ ગૂઢ લિપિ અઁકિત હતી.એ લિપિ શૈલિએ ડાયરી મા નૅાઁધેલી....ગૂઢ- લિપિનો અભ્યાસ કરવાની અભિરૂચિ એને જાગે-લી..લિપિનો અભ્યાસ કરતાઁ એને મહેસૂસ કર્યુ કે..કોઈ અગમ્યકાલ ની ઘટનાઓ સાથે એને સીધો કે આડકતરો સબઁધ છે.પોતાની સાથે જોડાયેલી મન્દિરની એ સ્મૃતિઓ કઈ...?
તે જાણવાની મઁછા જોર પકડતી જતી હતી..
શૈલી એ ચૂપ-ચાપ કોઈને જાણ કર્યા વિના રહસ્યનો તાગ પામવાનુ નક્કી કર્યુ.
   પેલા લખાણના દિશા-સૂચનો દ્વારા એ  મન્દિરના ભૂગર્ભ મા ઉતરી ગઈ.
           

Comments

  • No Comments
Log Out?

Are you sure you want to log out?